Showing posts with label STREET DANCER 3D. Show all posts
Showing posts with label STREET DANCER 3D. Show all posts

Tuesday, January 21, 2020

MOVIE PREVIEW - STREET DANCER 3D


Director Remo is back with his core segment after giving back to back flops like The Flying Jatt and Race 3 (one of the greatest debacle in bollywood). Apart from Dance, Remo brings us angle of patriotism by showing Dance competition amongst India Vs Pakistan. India is led by Varun whereas Shraddha leads Pakistan. Both teams are supported by professional dancers like Dharmesh Sir, Puneet, Salmaan, Vartika and so on. Earlier movie was titled as ABCD-3 but due to exit of Disney, T series roped  in and ultimately name Street Dancer was finalized. Varun and Shraddha have shown their dancing talent in ABCD 2 which was liked by people. By adding flavour of patriotism and releasing on Republic day, Producers have already smelled success. I don't think there will be anything new to offer in terms of 3D but yes in dance moves and styles we will definitely see some extra ordinary performances. This will be a good one time watch family entertainer.

Rating - 2.5*

Success prediction - 70/30

Box office prediction - Hit

“ભોલી સુરત દિલ કે ખોટે…. નામ બડે ઔર દર્શન છોટે…દર્શન છોટે!” 
ભગવાન દાદા આ ગીત પર ડાંસ કરતા અને તેમના સ્ટેપ્સ ટ્રેડમાર્ક બન્યા. ત્યાર બાદ જિતેન્દ્રએ ડાન્સમાં પકડ જમાવી. મિથુન, ગોવીંદા, પ્રભુદેવા આ બધાં હિરો લોગના ડાન્સ જોવા લોકો ખાસ થિયેટરમાં જતા. હ્રિતીક અને ટાઇગર શ્રોફે પોતાના ડાંસ સ્ટેપથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા છે.
હેલન, અરુણા ઇરાની, વૈજયંતી માલા, મુમતાઝ, રેખા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી, મિનાક્ષી શેષાદ્રી, ઐશ્વર્યા રાય વગેરે નાયિકાઓએ બોલીવુડને પોતાના ડાંસથી જાણીતુ કર્યું છે.
પણ અત્યાર સુધી ડાન્સ આધારીત મુવી બનતી નહોતી. જાણીતા કોરીયોગ્રાફર રેમો ડિસુઝાએ ABCD મુવીથી ડાન્સ આધારીત મુવીની શરુઆત કરી. “સ્ટ્રીટ ડાન્સર” આ શ્રેણીની ત્રીજી મુવી છે જેમાં ટી – સીરીઝ પણ પ્રોડ્યુસર બન્યા છે.
અગાઉની ફિલ્મોની જેમ જ ધર્મેશ યેલાંડે, પુનીત શુક્લા, રાઘવ પોતાના ડાંસથી લોકોને મંત્રમુગ્ધ કરશે. વર્તીકા ઝા, સુશાંત ખત્રી, સુશાંત પુજારી, સલમાન, સનમ વગેરે જેવા રિયાલીટી ડાંસ શોના કલાકારો પણ આ મુવીમાં શામિલ છે.
પણ મુખ્ય કલાકારો છે વરૂણ ધવન, શ્રધ્ધા અને પ્રભુદેવા. ભારત – પાકિસ્તાનની ટીમ વચ્ચે થતી ડાંસની ટક્કર પરની થીમ લઈને રેમોએ મુવી બનાવી છે. સચીન – જિગરનું સંગીત હંમેશની જેમ મુવીને અનુરુપ છે.
ડાન્સના શોખીનોને આ મુવી નિરાશ નહીં કરે.
રેટીંગઃ ૩*